માતાજી ની આરતી

Maa Ambaji

માતાજી ની આરતી


જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ-૨
અખંડ બ્રમ્હાંડ દિપાવ્યા-૨ પડવે પ્રગટ્યા મા…ઑમ જયો જયો મા જગદંબે…

દ્વીતિયા બે સ્વરૂપ શિવ શક્તિ જાનુ,
બ્રહ્મા ગણપતી ગાયે-૨ હર ગાવુ હર મા…ઑમ જયો જયો મા જગદંબે…

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રીભુવન મા બેઠા,
દયા થકી ત્રિવેણી-૨ તમે ત્રિવેણી મા…ઑમ જયો જયો મા જગદંબે…

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા,
ચાર ભુજા ચૌદિશા-૨ પ્રગટ્યા દક્ષિણ મા…ઑમ જયો જયો મા જગદંબે…

પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા,
પંચ તત્વ ત્યા સોઈયે-૨ પંચે તત્વો મા…ઑમ જયો જયો મા જગદંબે…

ષષ્ઠી તૂ નારાયની મહીસાસુર માર્યો,
નર નારી ના રૂપે-૨ વ્યાપ્યા સઘળે મા…ઑમ જયો જયો મા જગદંબે…

સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા,
ગૌગંગા ગાયત્રી-૨ ગૌરી ગીતા મા…ઑમ જયો જયો મા જગદંબે…

અષ્ટમી અષ્ટા ભુજા મા આયી આનંદા,
સુર નર મુનિવર જણમ્યા-૨ દેવ દૈત્યૂઑ મા…ઑમ જયો જયો મા જગદંબે…

નવમી નવ કુલ નાગ સેવે નવ દુર્રગા,
નવરાત્રિ ના પૂજન,શિવરાત્રી ના અરચન કીધા હરબ્રાહ્મા…ઑમ જયો જયો મા જગદંબે…

દસ મી દસ અવતાર, જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા-૨ રાવણ રોળ્યો મા…ઑમ જયો જયો મા જગદંબે…

ઍકાદશિ અગીયારાશ કત્યય્નિકા મા,
કામ દુર્ગા કલિકા-૨ શ્યામા ને રામા…ઑમ જયો જયો મા જગદંબે…

બારશે બાલા રૂપ બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોઈયે,કાળ ભૈરવ સોઈયે,તારા છે તુજ મા…ઑમ જયો જયો મા જગદંબે…

તેરશે તુલજા રૂપ તમે તારુનિ માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ -૨ ગુણ તારા ગાતા…ઑમ જયો જયો મા જગદંબે…

ચૌદશે ચૌદા રૂપ ચન્ડી ચામુંડા,
ભાવ ભક્તિ કાઇ આપો,ચતુરાઈ કાઇ આપો, શિહવાહીની માતા…ઑમ જયો જયો મા જગદંબે…

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા,
વશિષ્ઠા દેવે વખાણ્યા,માર્કૅંડ દેવે વખાણ્યા,ગાયે શુભ કવિતા…ઑમ જયો જયો મા જગદંબે…

સંવત સોળ સતાવન સોળ સે બાવીશ મા,
સંવત સોળે પ્રગત્યા, રેવા ને તીરે, હર ગંગા ને તીરે

ત્રંબાવટી નગરી મા રૂપાવટીે નગરી, મા મન્છાવતિ નગરી
સોળ સહસ્ત્રા જ્યા સોઈયે-૨ ક્ષમા કરો ગૌરી,મા દયા કરો ગૌરી…ઑમ જયો જયો મા જગદંબે…

શિવ શક્તિ ની આરતી જી કોઈ ગાશે,
ભણે શિવાનંદ સ્વામી-૨ સુખ સંપતી થશે,હર કૈલાશે જશે,મા અંબા દુખ હરશે…ઑમ જયો જયો મા જગદંબે…

ઍક મે ઍક સ્વરૂપ અંતર નવ ધરશો,
ભોળા અંબા મા ને ભજતા-૨ ભવ સાગર તરશો…ઑમ જયો જયો મા જગદંબે…

ભાવ ના જાનુ, ભક્તિ ના જાનુ, નવ જાનુ સેવા,
વલ્લભ ભટ ને આપી ચરણો ની સેવા…ઑમ જયો જયો મા જગદંબે…

ચૂંદડી લાલ ગુલાલ, શોભા અતિ સારી,
આંગણ કુક્કડ નાચે-૨ જય બહુચર બાળી…ઑમ જયો જયો મા જગદંબે…

મા નૉ મંડપ લાલ ગુલાલ શોભા અતિ ભારી,
અબીલ ઉડે આનંદે-૨ જય બહુચર વાળી……ઑમ જયો જયો મા જગદંબે…

જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ…

Advertisements

“મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી….

આવ્યો પ્રભુ ભક્તિ નો રુડો અવસર…ચાલો ભાવ અને ભક્તિપૂર્ણ આ ભજન થી શ્રીજીબાવા ને રીજવવાનો પ્રયાસ કરિયે.. ઈશ્વર ની સમીપ જવાનો પ્રયત્ન કરિયે… ભાવ અને શ્રદ્ધા થી…બોલો જય શ્રી કૃષ્ણ…

556128_339541912766119_1580081392_n

“મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી….”
મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી-૨
મારૂ મનડુ છે ગોકુળ વનરાવન્, મારા તન ના આંગણીયા મા તુલસી ના વન મારા પ્રાણ જીવન ,
…….મારા ઘટ મા…
૧) મારા આતમ ના આંગણે શ્રી મહાકૃષ્ણ જી-૨
મારી આઁખોં દીસે ગિરધારી રે ગિરધારી,
મારૂ તન મંન ગયુ છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી..
……મારા ઘટ મા….

૨) મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા-૨
નિત કરતા શ્રીનાથજી ને કાલા ને વાલા,
મે તો વલ્લભ પ્રભુજી ના કીધા રે દર્શન, મારૂ મોહી લીધુ મંન..
……મારા ઘટ મા…

૩) હું તો નિત્ય વીઠલવર ની સેવા રે કરુ-૨
હૂ તો આઠેય સમાયે કેરી ઝાંખી રે કરુ,
મે તો ચિતડુ શ્રીનાથજી ની ચરણે ધર્યુ, જીવન સફળ કર્યુ..
……મારા ઘટ મા…

૪) મે તો ભક્તિ મારગ કેરો સંગ રે કર્યો,
મે  તો પુષ્ટિ મારગ કેરો સંગ રે કર્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો,
મે તો લાલા ની લાળી કેરો રંગ રે માગ્યો, હીરલો હાથ લાગ્યો..
…..મારા ઘટ મા…

૫) આવો જીવન મા લ્હાવો ફરી કદી ના મળે-૨
વારે વારે માનવ દેહ કદી ના મળે,
ફેરો લાખ રે ચોરાશી નો મારો રે ફળે, મને મોહન મળે…
…..મારા ઘટ મા…

૬) મારી અંત સમય કેરી સુનો રે અરજી-૨
લેજો ચરણો મા શ્રીજી બાવા દયા રે કરી,
મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે…
…..મારા ઘટ મા…

મારૂ મનડુ છે ગોકુળ વનરાવન્,
મારા તન ના આંગણીયા મા તુલસી ના વન મારા પ્રાણ જીવન…
મારા ઘટ મા વિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી.
!! ઈતી !!


” પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા “

” પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા “
સરસ મજા નુ ગીત હંસાબેને ગાયુ અંને આપણ ને સૌને તરબતર કરી દીધા..!! આ સુંદર મજા નુ ગુજરાતી ગીત લંડન મા રહેતા મારા બહેન  હંસાબેન ના મધુર કંઠ  મા  સાંભળવાની ખુબજ મજા આવી.. હંસાબેન અને રાજેશભાઈ ની સુંદર જોડી ઍ ઘણા ગુજરાતી ગીતો ગયા છે અને ઘણી બધી સંગીત ની સાઇટ ઉપર મુક્યા છે.. લોકો ની ઘણી ચાહના મેળવી છે. ઘણા જ ઓછા સમય મા અમારા ભાઈ બહેન ના સંબંધો ઍટલા વિકસી ગયા કે આજે હુ પણ ગર્વ થી મસ્તક ઉચુ કરીને કહી શકુ કે આવા પવીત્ર સંબંધો ઈશ્વર ની દેણ છે.. ભગવાન મારી બહેન ની ખુબજ રક્ષા કરે અને  સંગીત ના મહાસાગર મા ઍક અનેરૂ સ્થાન અપાવે.. રાજેશભાઈ ની તો શુ વાત કરવી..!! ઍક કોમળ હૃદય ના અમૂલખ માનવી.. ઈશ્વર બંને ની જોડી ની સદાયે સલામત રાખે..
કાવ્ય સમ્રાટ શ્રી હરિન્દ્ર દવે ની સુંદર અને હૃદય સ્પર્શી રચના અહી રજૂ કરિયે છિયે….આ સુરિલુ ગીત સાંભળવા આપ સહુ ને મારૂ ભાવ સભર આમંત્રણ છે.
પ્રકાશ સોની..

પાન લીલુ જોયુ ને તમે યાદ આવ્યા, જાણે મોસમ નો પેહલો વરસાદ જીલ્યો આજ ,

ઍક તરણુ કોળ્યું ને તમે યાદ આવ્યા,

પાન  લીલુ જોયુ ને તમે યાદ આવ્યા……


૧)  ક્યાંક પંખી ટહુક્યુ ને તમે યાદ આવ્યા,

જાણે શ્રાવણ ના આભ મા ઉઘાડ થયો રાજ..

ઍક તારો તમક્યો ને તમે યાદ આવ્યા…(૩)

પાન લીલુ…ઍક તરણુ…..તમે યાદ આવ્યા.


૨)  જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યા,

જાણે કાંટા તોડે છે કોઈ મેહરામણીયો રાજ,

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યા..(૩)

પાન લીલુ… ઍક તરણુ….. તમે યાદ આવ્યા.


૩)  કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યા..(૨)

જાણે પગરવ ને દુનિયા મા શોર થયો રાજ..

ઍક પગલુ ઉપાડ્યુ ને તમે યાદ આવ્યા..(૩)

પાન લીલુ… ઍક તરણુ… તમે યાદ આવ્યા.


!!  ઈતી  !!

“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની…”

“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની…”

“ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ ની..
અમે તારા નામ ની ને ઠાકુર તારા નામ ની રે…
– ભૂલો રે પડ્યો રે હઁસો, આંગણે ઉડી ને આયો,
તન મંન થી તર છોડાયો, મારગ મારગ મારગ અથડાયો…
ગમ ના પડે રે ઍને…. ઠાકુર તારા નામ ની રે…
હૃદય ના ભાવ ને તરબતર કરી દે ઍવુ સુંદર ભજન આપ ની સેવા મા અર્પણ કરુ છુ..આશા છે આપને જરૂર પસંદ પડશે..

જગમગતા તારલા નુ મંદિર હોજો…

જગમગતા તારલા નુ મંદિર હોજો…

 

જગમગતા તારલા નુ મંદિર હોજો…
ઈશ્વર ની સમીપ ધ્યાન મગ્ન બની ને હૃદય મા ભાવ સાથે બિરાજો ઍટલે પ્રભુ પરમાત્મા નો સાક્ષાત્કાર થશે..અન ઍવી દશા મા લગની લાગી જશે કે પ્રભુ મારી સાથે છે અન હુ પરમાત્મા ના સાનિધ્યા મા છુ..
તો ચાલો સાથે મળી ને ગાયિયે…” જગમગતા તારલા નુ મંદિર હોજો…”