માતાજી ની આરતી

Maa Ambaji

માતાજી ની આરતી


જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ-૨
અખંડ બ્રમ્હાંડ દિપાવ્યા-૨ પડવે પ્રગટ્યા મા…ઑમ જયો જયો મા જગદંબે…

દ્વીતિયા બે સ્વરૂપ શિવ શક્તિ જાનુ,
બ્રહ્મા ગણપતી ગાયે-૨ હર ગાવુ હર મા…ઑમ જયો જયો મા જગદંબે…

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રીભુવન મા બેઠા,
દયા થકી ત્રિવેણી-૨ તમે ત્રિવેણી મા…ઑમ જયો જયો મા જગદંબે…

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા,
ચાર ભુજા ચૌદિશા-૨ પ્રગટ્યા દક્ષિણ મા…ઑમ જયો જયો મા જગદંબે…

પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા,
પંચ તત્વ ત્યા સોઈયે-૨ પંચે તત્વો મા…ઑમ જયો જયો મા જગદંબે…

ષષ્ઠી તૂ નારાયની મહીસાસુર માર્યો,
નર નારી ના રૂપે-૨ વ્યાપ્યા સઘળે મા…ઑમ જયો જયો મા જગદંબે…

સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા,
ગૌગંગા ગાયત્રી-૨ ગૌરી ગીતા મા…ઑમ જયો જયો મા જગદંબે…

અષ્ટમી અષ્ટા ભુજા મા આયી આનંદા,
સુર નર મુનિવર જણમ્યા-૨ દેવ દૈત્યૂઑ મા…ઑમ જયો જયો મા જગદંબે…

નવમી નવ કુલ નાગ સેવે નવ દુર્રગા,
નવરાત્રિ ના પૂજન,શિવરાત્રી ના અરચન કીધા હરબ્રાહ્મા…ઑમ જયો જયો મા જગદંબે…

દસ મી દસ અવતાર, જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યા-૨ રાવણ રોળ્યો મા…ઑમ જયો જયો મા જગદંબે…

ઍકાદશિ અગીયારાશ કત્યય્નિકા મા,
કામ દુર્ગા કલિકા-૨ શ્યામા ને રામા…ઑમ જયો જયો મા જગદંબે…

બારશે બાલા રૂપ બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોઈયે,કાળ ભૈરવ સોઈયે,તારા છે તુજ મા…ઑમ જયો જયો મા જગદંબે…

તેરશે તુલજા રૂપ તમે તારુનિ માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ -૨ ગુણ તારા ગાતા…ઑમ જયો જયો મા જગદંબે…

ચૌદશે ચૌદા રૂપ ચન્ડી ચામુંડા,
ભાવ ભક્તિ કાઇ આપો,ચતુરાઈ કાઇ આપો, શિહવાહીની માતા…ઑમ જયો જયો મા જગદંબે…

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા,
વશિષ્ઠા દેવે વખાણ્યા,માર્કૅંડ દેવે વખાણ્યા,ગાયે શુભ કવિતા…ઑમ જયો જયો મા જગદંબે…

સંવત સોળ સતાવન સોળ સે બાવીશ મા,
સંવત સોળે પ્રગત્યા, રેવા ને તીરે, હર ગંગા ને તીરે

ત્રંબાવટી નગરી મા રૂપાવટીે નગરી, મા મન્છાવતિ નગરી
સોળ સહસ્ત્રા જ્યા સોઈયે-૨ ક્ષમા કરો ગૌરી,મા દયા કરો ગૌરી…ઑમ જયો જયો મા જગદંબે…

શિવ શક્તિ ની આરતી જી કોઈ ગાશે,
ભણે શિવાનંદ સ્વામી-૨ સુખ સંપતી થશે,હર કૈલાશે જશે,મા અંબા દુખ હરશે…ઑમ જયો જયો મા જગદંબે…

ઍક મે ઍક સ્વરૂપ અંતર નવ ધરશો,
ભોળા અંબા મા ને ભજતા-૨ ભવ સાગર તરશો…ઑમ જયો જયો મા જગદંબે…

ભાવ ના જાનુ, ભક્તિ ના જાનુ, નવ જાનુ સેવા,
વલ્લભ ભટ ને આપી ચરણો ની સેવા…ઑમ જયો જયો મા જગદંબે…

ચૂંદડી લાલ ગુલાલ, શોભા અતિ સારી,
આંગણ કુક્કડ નાચે-૨ જય બહુચર બાળી…ઑમ જયો જયો મા જગદંબે…

મા નૉ મંડપ લાલ ગુલાલ શોભા અતિ ભારી,
અબીલ ઉડે આનંદે-૨ જય બહુચર વાળી……ઑમ જયો જયો મા જગદંબે…

જય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ…

Advertisements

12 comments on “માતાજી ની આરતી

 1. પ્રિય પ્રકાશભાઈ, માતા જગદંબાની આરતી ખુબ જ ભાવ સહિત આપે ગાઈ અને પવિત્ર મન કરી દીધું ..
  આપમાં ભક્તિભાવ ભરપુર છે અને ખુબ જ સાંભળવી ગમે તેવી થઇ છે ..

  • શ્રી દિલીપભાઈ,
   આપનો ખૂબ ખૂબ આભાર.. આપ ના શબ્દો હૃદય મા ઉતરી જાય છે.. આપ નો પ્રેમ અન આપ ની મદદ મને અહી સુધી પોહચાડવામા રહી છે.. માતાજી ના નોરતા સાથે મંન મા ઍક અદભૂત ભાવ પ્રગટ થાય છે, જે આરતી સ્વરૂપે અહી મૂક્યુ છે…

 2. Ram Krishna Hari Prakashbhai

  Very nicely sung Aarti. It was such a pleasure to listen to it during this Navratri Festival. Maa Amba Bless you and your family.

  Hansa & Rajesh

 3. જે સંતોષ માતાની આરતી સાંભળતા આવે તે ઘોંઘાટ વાળા ગીતો થઈ નથી મળતો ..
  આપનો સુમધુર ભાવયુક્ત અવાજ માતાના હૃદય સુધી અબ્શ્ય પહોચતો હશે જ અને માતાજી તેમના લાડલા પર વ્હાલના અસીમ ફુવારા વહેવડાવતા લાગે તો નવાઈ નહીં !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s